The picture shows an event that took place before the manifestation of Bapashri. Devbaa is performing Mansi Pooja at dawn on the bank of Kali Talavdi – a pond on the outskirts of Baladiya. Shriji Maharaj is seen bestowing a boon upon her saying: ” You will be soon blessed w.ith a son a who will redeem by Our divine will, innumerable souls and shall be reversed as Anadi Mukta.”
અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીના પાદુર્ભાવ પેહલાં બળદિયા ગામની પાદરે આવેલી કાળી તલાવડીના કાંઠા પર બ્રાહ્મમુહૂર્તમાં માનસી પૂજા કરતાં દેવબાને શ્રીજીમહારાજ દર્શન આપી વરદાન આપે છે કે, “અમારા અનાદિમુકત તમારે ત્યાં પ્રગટ થશે અને અમારા સંકલ્પથી અસંખ્ય જીવનો ઉદ્ધાર કરશે.”
Here is shown that Anadi Muktaraj Shri Abjibapashri being initiated into the holy order at Swaminarayan Temple, Baladiya. The initiation ceremony was performed by a saint with divine insight Sadguru Swami Achyutdasji of Bhuj Swaminarayan Temple. While offering Vartman the saint observed: ” He is capable of redeeming thousands of souls.”
ભુજ મંદિરના નિરાવણ દ્રષ્ટિવાળા સદગુરુ સ્વામી શ્રી અચ્યુતદાસજી, બળદિયા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીને રાજી થઈને વર્તમાન ધરાવતા કહે છે કે, ‘આ તો અનેક જીવના કલ્યાણ કરે એવા છે.’
Right from the early childhood, Anadi Muktaraj Shri Abjibapashri could independently pass into samadhi (trance). He would remain in this divine state for five to ten days or more at a stretch. Devotees would cover long distances to watch this divine sight and experience marvelous peace.
બાળપણથી અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી સ્વતંત્રપણે સમાધિમાં જતા. પોતે પાંચ, દસ કે વધુ દિવસ સમાધિમાં રેહતા. દૂરદૂરથી હરિભક્તો આવી તેમની દિવ્ય સમાધિ-સ્થિતિના દર્શન કરીને અદભુત શાંતિનો અનુભવ કરતાં.
Even as a small boy Bapashri revealed the quality of extraordinary service. He eagerly served and offered food to the pilgrims visiting Baladiya. Here in this picture Bapashri is seen serving food to Sadguru Loknathanand Swami and other saints and devotees at his own farm.
નાની ઉંમરથી જ બાપાશ્રીમાં અસાધારણ સેવાના ગુણના દર્શન થતા. બળદિયા આવતા સંત-હરિભક્તોને ભાવપૂર્વક જમાડતા ને તેમની સેવા કરતા. ચિત્રમાં બાપાશ્રી સ.ગુ.લોકનાથાનંદ સ્વામી આદિ સંત-હરિભક્તોને પોતાની વાડીએ જમાડતા નજરે પડે છે.
In this picture, is shown, Bapashri, drawing water from a well. He performed all chores while remaining totally absorbed in God. Oblivious of the devotees standing with folded hands, Bapashri continued to work. For, while his body worked, his mind was in communion with Moorti of Shriji Maharaj. Thus, he taught others to remain one with Shriji Maharaj even while carrying on one’s daily chores.
બાપાશ્રી ઉપશમમાં રહી કોશ હાંકે છે. દર્શને આવેલા હરિભક્તો હાથ જોડીને ઉભા છે પણ પોતાને ઘણા સમય સુધી તેની જાણ થતી નથી. દરેક ક્રિયા શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખી કરવી જોઈએ એવું પોતાના દૃષ્ટાંતે બાપાશ્રી શીખવે છે.
In Samwat 1916, when Param Pujya Dharma Dhurandhar Adi Acharya Shri Ayodhyaprasadji Maharaj was taken ill, Sadguru Shri Gunatitanand Swami called on him. While introducing Bapashri to Shri Gunatitanand Swami, Acharyaji observed: “Here is Abjibhai from Kutch. He possesses power to attain samadhi at his will.”
સં. ૧૯૧૬માં પ. પૂ. ધ. ધુ. આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજના મંદવાડના સમાચાર સાંભળી સ. ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે. ધ. ધુ. આચાર્યશ્રી ‘આ કચ્છના સમાધિવાળા અબજીભાઈ છે’ એમ કહી સ્વામીશ્રીને બાપાશ્રીની ઓળખાણ આપે છે.
Behold Bapashri deeply engrossed in spiritual discourses and discussions at Baladiya temple with great saints and devotees Sadguru Shri Nirgundasji (Ahmedabad), Sadguru Shri Aksharjivandasji (Bhuj), Laxmirambhai, Kesarabhai, Devrajbhai, Jadavjibhai and others.
અમદાવાદ મંદિરના સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી, ભુજ મંદિરના સ. ગુ. શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી વગેરે સંતો તથા લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ, દેવરાજભાઈ, જાદવજીભાઈ આદિ હરિભક્તો સાથે બાપાશ્રી બળદિયા મંદિરમાં કથા-વાર્તા કરે છે.
Bapashri always took delight in inviting devout people and serving the richest food to the devotees who came to Baladiya on a pilgrimage. In this picture, you can see him serving food with love to haribhakts in his own house.
બળદિયા આવતા હરિભક્તોને અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપશ્રી આગ્રહ કરી પોતાના ઘરે લઇ જતા અને સારા સારા મિષ્ટાન્ન-પકવાન વગેરે તૈયાર કરાવી પોતે જાતે તે હરિભક્તોને પ્રેમપૂર્વક પીરસીને જમાડતા.
On receiving the news that Sadguru Shri Nirgundasji has falled sick of his own will, Bapashri pays to visit to the ailing saint. In response to the Swami’s request, Bapashri takes of his Angdi (coat) and allows him to have a glimpse of his divine luminous self.
સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો છે. તેથી બાપાશ્રી તેમને જોવા પધારે છે. તે વખતે સ્વામીશ્રીના આગ્રહથી બાપાશ્રી આંગડી ઉતારે છે ને સ્વામીશ્રીને પોતાના તેજોમય સ્વરૂપના દર્શન કરાવે છે.
From Jetalpur, the pilgrims under the leadership of Anadi Muktaraj Abjibapashri, visit Ahmedabad and other holy places, and arrival at Vadtal. Here, on the bank of sacred Gomtiji, you can see Bapashri giving divine joy by, conducting a religious discourse, glorifying the greatness of Shriji Mahraj.
જેતલપુરથી સંઘે સહિત મુક્તરાજ શ્રી અબજીબાપશ્રી અમદાવાદ આદિ ધામોના દર્શન કરી વડતાલ પધારે છે. વડતાલમાં ગોમતીજીને કાંઠે સભામાં બાપાશ્રી શ્રીજીમહારાજના સર્વોપરિ મહિમાની વાતો કરી દિવ્યાનંદ આપે છે.
At the Ahmedabad temple, while praising the spiritual powers of Bapashri, Sadguru Shri Nirgundasji Swami tells Ishvarlalbhai: “Meet this great Muktaraj who in a fraction of a second can unite us with the Moorti of Maharaj.” On hearing this, Ishvarlalbhai prorstrates before Bapashri for his divine grace.
અમદાવાદ મંદિરમાં સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી ભુજના માજી દિવાન ઈશ્વરલાલભાઈને બાપાશ્રીનો મહિમા સમજાવે છે કે, “ક્ષણવારમાં મહારાજની મૂર્તિમાં સ્થિતિ કરાવે એવા આ મુક્તરાજ છે.” તે સાંભળી ઈશ્વરલાલભાઈ બાપાશ્રીને દંડવત્ કરે છે.
Pleased with the devotion of Sadguru Shri Vridavandasji Swami, the Mahant at Dholka temple, Shri Abjibapashri helps the Swami to have a glimpse of the luminous divine Moorti (personal form) of Shriji Maharj. Here the Swami is seen totally immersed in the divine Moorti of Shriji Maharaj.
ધોળકા મંદિરમાં મહંત સ. ગુ. શ્રી વૃંદાવનદાસજી સ્વામીને અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપશ્રી કૃપા કરી શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. સ્વામી શ્રીહરિની દિવ્ય મૂર્તિના સુખમાં ગરકાવ થઇ જાય છે.
Sadguru Shri Ishvarcharandasji Swami and Sadguru Shri Vrindavandasji Swami would never miss a single opportunity of being in the most rewarding company of and communion with Bapashri. Here in the company of Bapashri, these saints are seen enriching themselves with divine bliss of Shriji Maharaj at the Dholka temple.
સ. ગુ. શ્રીઈશ્વરચરણદાસજી સ્વામી તથા સ. ગુ. શ્રી વૃંદાવનદાસજી સ્વામી બાપાશ્રીના જોગ-સમાગમનો એકેય અવસર જતો કરતા નહિ. ધોળકા મંદિરમાં બાપાશ્રીના દિવ્ય સાંનિધ્યમાં આ સંતો શ્રી હરિના અલૌકિક સુખનો અનુભવ કરી રહ્યા છે.
Heres is seen Sadguru Shri Ishvarcharandasji Swami, taking down notes of the spiritual discourses and answers given by Bapashri, while addressing the congregation. These notes have been published under the titles: ‘Vachnamrit Rahasyarth Pradipika’ and ‘Discourses of Bapashri’.
શ્રીમુખવાણી વચનામૃત પરના પ્રશ્નોના બાપાશ્રીએ કરેલા ઉત્તર તથા બાપાશ્રીએ સભામાં કરેલી વાતો લખી લેતા સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી. જેના પરથી ‘વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા’ તથા ‘બાપાશ્રીની વાતો’ છપાયાં છે.
Shriji Mahraj manifesrs Himself before the ailing son on Mohanbhai Soni of Dhrangadhra and tells him that he would be taken to Dham on the full-moon day. Mohanbhai sends a telegram to Bapashri and prays for the recovery of his child. Bapashri prays and pleads with Shriji Maharaj and soon the boy recovers and regains his health.
ધ્રાંગધ્રાના સોની મોહનભાઈના બીમાર પુત્રને શ્રીજીમહારાજ દર્શન દઈ પૂનમે ધામમાં તેડી જવાનું કહે છે. મોહનભાઈ બાપાશ્રીને તારથી પ્રાર્થના કરે છે. બાપાશ્રી છોકરાને આશીર્વાદ આપી મહારાજને પ્રાર્થના કરે છે તેથી છોકરો સાજો થઇ જાય છે.
While cutting the branch of a banyan tree at Lakhaivadi, the axe slips from the hands of Govindbhai and falls into the well. Govindbhai was stunned to see Bapashri extending his hand to restore the axe to its owner.
લખાઈવાડીમાં કૂવા ઉપરની વડની ડાળી કાપતા ગોવિંદભાઈની કુહાડી કૂવામાં પડે છે. અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપશ્રી હાથ લાંબો વધારી કૂવામાંથી કુહાડી લઇ ગોવિંદભાઈને આપે છે. ગોવિંદભાઈ આશ્ચર્ય પામે છે.
Contact with Bapashri brings about a radical change in the life of Mistri Harjibhai of Kumbhariya. He gives up all his passions for rich food and other habits of sense-gratification and begins to lead a simple life and remains steadfast in the Moorti of Shrihari.
અનાદિ મુક્તરાજ બાપાશ્રીના જોગથી કુંભારિયાના મિસ્ત્રી હરજીભાઈના જીવનમાં આમૂલ પરિવર્તન થાય છે. એશો-આરામ ને સ્વાદુ ભોજનનો ત્યાગ કરી સાદાઈથી જીવન જીવી અનન્યપણે શ્રીહરિના સ્વરૂપમાં જોડાઈ જાય છે.
Shriji Maharaj has opened the gateway of Atyantik Moksh – eternal release through Anadi Muktaraj Shri Abjibapshri At Mathura railway station, an Englishman offers a rupee to Bapashri. Pleased by this act of reverence and faith, Bapashri bestows upon him his choicest blessings and promises salvation.
શ્રીજીમહારાજે અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપશ્રી દ્વારે આત્યંતિક મોક્ષનું સદાવ્રત ખૂલ્લું મૂક્યું હતું. મથુરા સ્ટેશને એક અંગ્રેજ બાપાશ્રીને રૂપિયો ભેટ મૂકે છે. બાપાશ્રી તેના પર રાજી થઇ તેને આત્યંતિક કલ્યાણનો વર આપે છે.
Hearing Sadguru Shri Ishvarcharandasji praise the spiritual prowess of Bapashri, Chunilal, a student from Kapadvanj eagerly longed to have a divine glimpse of the Spiritual Master. But before he could realize his dream, he was seriously taken ill. The prayer of the boy was instantly answered by the merciful Maharaj and Bapashri who appeared before him and escorted him to the Dham.
અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપશ્રીનો મહિમા સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી થકી સમજવાથી, પ. પૂ. બાપાશ્રીના દર્શનની તાણવાળl કપડવંજના વિદ્યાર્થી ચૂનીલાલને શ્રીજીમહારાજ તથા બાપાશ્રી દર્શન આપી તેડી જાય છે.
On his way to Kumbhariya from Anjar, Anadi Muktaraj Shri Abjibapashri saw a kite puncing on a little mouse. Seeing the wounded mouse writhing in pain, Bapashri kindly sprinkled a little dust on it and offered it salvation.
અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપશ્રી અંજારથી કુંભારિયા જતા હતા. રસ્તામાં સમળીએ એક ઉંદરને ઝપટ મારી તેથી ઉંદર તરફડવા લાગ્યો. બાપાશ્રીએ અત્યંત કરુણાએ કરી ઉંદર પર ધૂળની ચપટી નાખી તેના જીવનો મોક્ષ કર્યો.
A genei living in oto (a raised square) near Lakhiavadi at Baladiya rolled in the dust consecrated by the feet of Bapashri and becomes pure of mind. He prays to Bapashri to release him from his evil sate. Bapashri, the merciful strikes him with a piece of cloth and sends him directly to Akshardham.
બળદિયામાં લખાઈવાડીની બાજુના ઓટામાં રહેલો જન બાપાશ્રીના ચરણકમળથી પાવન થયેલી ધૂળમાં આળોટે છે. તેથી તેની બુદ્ધિ નિર્મળ થાય છે ને બાપાશ્રીને પ્રાર્થના કરે છે. બાપાશ્રી દયા કરી પછેડી મારી તેને અક્ષરધામમાં મોકલે છે.
A Babool tree on the bank of Kali Talavadi was haunted by ghosts and genies. Hefore getting a small temple constructed to install the replica of Shrihari’s sacred footprints there, Bapashri scatters 10 kg. Sakar(lump sugar) in the air. The evil spirits eat the sacred sugar offered to God and attain salvation by the grace of Bapashri.
કાળી તલાવડીના કાંઠે બાવળમાં ભૂત અને જન રહેતાં હતાં. ત્યાં શ્રીહરિના ચરણારવિંદ પધરાવવા છત્રી કરાવતા પેહલા બાપાશ્રી અધમણ સાકર હવામાં ઉંચે ઉછાળે છે. ભૂતો તે સાકરની પ્રસાદી ઝીલી લે છે ને બાપાશ્રી તે સર્વેનો મોક્ષ કરે છે.
The place where Shrihari had blessed Devbaa and promised the manifestation of Bapashri, a small temple was built, and the replica of Shrihari’s footprints was installed by Bapashri. On that occasion Bapashri had proclaimed: “Whosoever pays obeisance here and even a bird flying over this temple shall be granted eternal salvation.”
બાપાશ્રીના પ્રાકટ્યનો શ્રીહરિએ દેવબાને જ્યાં વર આપેલો ત્યાં છત્રી કરાવી શ્રીહરિના ચરણારવિંદ પધરાવે છે ને ‘અહીં આવી દર્શન કરશે કે ઉપરથી ઉડીને પક્ષી જશે તે સર્વેનો આત્યંતિક મોક્ષ કરશું.’ એવો વર આપે છે.
At the time of installing the replica of Shrihari’s footprints in the temple built on the bank of Kali Talavadi a Yagna (holy sacrifice) was performed. As the ghee needed for the auspicious occasion gets exhausted Shri Abjibapashri re-fills the empty containers through his divine prowess, by simply touching them with a stick.
કાળી તલાવડીના કાંઠે આવેલી છત્રીએ શ્રીહરિના ચરણારવિંદપધરાવવાના યજ્ઞ પ્રસંગે ઘીના ડબ્બા ખાલી થઇ જાય છે. પ. પૂ. ‘બાપાશ્રી’ ઘીના ખાલી ડબ્બાઓ પાસે જઈને તે ડબ્બાઓને લાકડી અડાડીને પોતાના દિવ્ય પ્રભાવથી ઘીથી ભરી દે છે!
A Khoja’s(Muslim) son of Baladiya had acquired an incurable disease. After trying all remedies the father took the boy to Shri Abjibapashri and prayed for his son’s recovery. Bapashri the compassionate, cured the boy by making him eat beans-curry.
બળદિયા ગામના એક ખોજાના દીકરાને અસાધ્ય રોગ થાય છે. હારી-થાકીને છેવટે તે છોકરાને પ. પૂ. શ્રી અબજીબાપશ્રી પાસે લાવે છે ને પ્રાર્થના કરે છે. પરમ કૃપાળુ બાપાશ્રી તે છોકરાને વાલોળનું શાક જમાડીને સાજો કરે છે.
People could not use the brackish water of a well of village Joshipura. Here you can see Anadi Muktaraj Shri Abjibapashri turning the water of well into sacred, soft potable water. Even today people use the water from this ‘well of the saint’ for drinking purpose.
જોશીપુરા ગામના કૂવાનું પાણી કડચું ને ખારું હતું તેથી તે પાણી વાપરતા નહિ. અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપશ્રી તે કૂવાનું પાણી પ્રસાદીનું કરી તેને મીઠું કરે છે. આજે પણ તે કૂવાનું પાણી પીવા માટે વપરાય છે.
In Samvat 1974, Anadi Muktaraj Shri Abjibapashri revealed serious illness. When Nirgunanand Brahmchari and other saints prayed and beseeched him to himself of his illness, Bapashri not only drove the illness away but promised to live in their midst for ten more years.
સં. ૧૯૭૪માં અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપશ્રીએ ગંભીર માંદગી બતાવી. તે વખતે સદગુરુઓ અને નિર્ગુણાનંદજી બ્રહ્મચારીની હેતભરી ગદગદ પ્રાર્થનાથી પ્રસન્ન થઇ માંદગીને રજા આપે છે ને બીજા દસ વર્ષ રહેવાનું વચન આપે છે.
In Samvat 1978, Bapashri installed an idol of Hanumanji on the bank of Kali Talavadi and gave it the name of ‘Bhidbhanjan Hanumanji’. People offering prayers at this temple shall be relieved of all their sorrows and shall attain eternal salvation.
સં. ૧૯૭૮માં કાળી તલાવડીએ બાપાશ્રીએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી તેમનું ‘ભીડભંજન હનુમાનજી’ નામ પાડ્યું અને ‘અહી જે દર્શન કરશે તે સર્વેના કષ્ટ દૂર થશે ને તે સર્વે આત્યંતિક મોક્ષને પામશે’ એવો વાર આપ્યો.
Shriji Maharaj and His Muktas are said to be an Ocean of compassion. They can save the soul of the meanest and the most degraded fallen people by Their divine will. A devout satsangi maid from Mankuva was possessed by an evil spirit called Jumla genie. Bapashri absolved the genie and granted him salvation by sprinkling a little water and offering him Vartman.
શ્રીજીમહારાજ અને તેમના મુકતો તો કરુણાના સાગર છે. અધમમાં અધમ જીવનો પણ સહેજમાં મોક્ષ કરે છે. માનકૂવાનિ એક સત્સંગી બાઇને વળગેલા જુમલા જનનો બાપાશ્રીએ ફક્ત વર્તમાન ધરાવી પાણી છાંટીને મોક્ષ કર્યો.
Overcoming all the obstacles by the divine power of Bapashri, the centenary celebrations at Shri Swaminarayan temple of Muli were conducted with much fanfare. Bapashri had participated in the festival and here he can be seen performing Arti-pooja in the Yagna-mandap.
અનેક વિઘ્નો છતાં બાપાશ્રીના દિવ્ય પ્રતાપથી સં. ૧૯૭૯માં મૂળી શ્રી સ્વીમિનારાયણ મંદિરનો શતવાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. બાપાશ્રી તે પ્રસંગે સૌને દર્શન આપવા પધાર્યા છે અને યજ્ઞમંડપમાં આરતી ઉતારી રહ્યા છે.
In Samvat 1979, while Anadi Muktaraj Shri Abjibapashri was in Karachi (Pakistan), Dr. Nagardasbhai had been taken seriously ill at Viramgam. He earnestly desired to see Bapashri. Bapashri appeared in his luminous ethernal form and recovered the ailing doctor.
સં. ૧૯૭૯માં અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપશ્રી કરાંચી પધાર્યા ત્યારે વિરમગામમાં ડૉ. નાગરદાસભાઈ બહુ માંદા થયા હતા. તેઓ અંત:કરણપૂર્વક બાપાશ્રીને સંભારે છે. બાપાશ્રી તેમને દિવ્યરૂપે દર્શન આપે છે ને સાજા કરે છે.
During his visit to Ahmedabad, impelled by the love and devotion of Sheth Baldevbhai, Bapashri, accompanied by Sadguru Shri Ishvarcharandasji Swami, Sadguru Shri Ghanshyamjeevandasji Swami and Shri Dhanjibhai visits the textile-mill of the devoted. Here you can see a photographer taking the pictures of Bapashri to mark the occasion.
અમદાવાદના શેઠ બળદેવભાઈનિ નિષ્ઠા ને ભાવ જોઇને પ. પૂ. બાપાશ્રી સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, સ. ગુ. શ્રી ઘનશ્યામજીવનદાસજી સ્વામી તથા ધનજીભાઈની સાથે તેમની મિલમાં પધારે છે તે સમયે ફોટોગ્રાફર બાપાશ્રીના ફોટા પાડે છે.
Here is shown Bapashri offering prasad of sugar to haribhakts at a temple located in the lower parts of Baladiya. While offering the prasad Bapashri tells them: “By the will of Shriji we have come to offer Shriji’s Moorti to you. Do not miss this opportunity and receive Him with love and devotion. You will be one with Him.”
બળદિયા ગામના નિચલા વાસના મંદિરમાં બાપાશ્રી પ્રસન્ન થઇ હરિભકતોને સાકરની પ્રસાદી આપતા કહે છે કે: “શ્રીજી ઈચ્છાથી અમે તો શ્રીજીની મૂર્તિ વહેંચવા નિકળ્યા છીએ! આ અવસર ફરી નહિ આવે, માટે મૂર્તિમાં જોડવ!”
All the actions and activities of Shriji Maharaj’s Anadi Muktas are aimed at leading ordinary people towards God. Often, Param Pujya Bapashri would ride to Bhuj temple on a horse for darshan. By doing so he impressed upon the people the importance and significance of darshan.
શ્રીજીમહારાજના અનાદિમુકતોની દરેક ક્રિયા સામાન્ય જીવોને પ્રભુ તરફ દોરનારી હોય છે. પ. પૂ. બાપાશ્રી વખતોવખત ઘોડી ઉપર ભૂજ શ્રી સ્વીમિનારાયણ મંદિરે દર્શન કરવા જતા ને સૌને પ્રભુ દર્શનનું મહાત્મય સમજાવતા.
Bapashri the compassionate always told the devotees that only by attaining to the state of Anadi Mukta one could achieve complete Dasatvabha (sense of toal surrender). To set an example for the guidance of the devotees, here you can see Bapashri totally absorbed in the darshan of Thankorji at Bhuj temple.
પરમ કૃપાળુ બાપાશ્રી કેહતા કે અનાદિમુક્તની સ્થિતિને પમાય ત્યારે દાસત્વભાવની પરીપૂર્ણ દૃઢતા થાય છે. એ વાક્યને ચરિતાર્થ કરતા પ. પૂ. બાપાશ્રી અનન્ય ભક્તિભાવથી ભૂજ મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી રહ્યા છે.
With a view to offering an opportunity to his beloved devotees, Bapashri has assumed illness. In this picture you can see Ashabapa at his feet soothing his legs, Somchandbapa has a fan in his hand while the saints and haribhakts look worried and concerned about his health.
હેતવાળા સંત-હરિભકતોને સેવા-સમાગમનો લાભ આપવા બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે. આશાબાપા બાપાશ્રીની ચરણસેવા કરે છે ને સોમચંદબાપા પવન નાંખે છે. સદગુરુઓ તથા અન્ય હરિભકતો બાજુમાં ચિંતિત ભાવે બેઠા છે
Bapashri first practiced and then preached the following percepts: (1) Nurse the sick saints and haribhakts; (2) Feed the poor and the hungry; (3) Forget and forgive the wrongs done by the haribhakts; (4) One should master and teach others the art of merging with the Moorti of Maharaj through meditation.
પ.પૂ. બાપાશ્રીનો વર્તન દ્વારા ઉપદેશ: (૧) માંદા સંત-હરિભકતોની સેવા કરવી; (૨) ગરીબ-ભૂખ્યાને અન્નદાન આપવું; (૩) હરિભકતોના વાંક-ગુન્હા માફ કરવા; (૪) ધ્યાન દ્વારા શ્રીજી સ્વરૂપમાં જોડાવાની કળા શીખવી ને શીખવવી.
After constant companionship for 42 years Sadguru Shri Isvarcharandasji and others are seen takin Param Pujya Shri Abjibapashri’s leave. You can see Bapashri bidding farewell to his dearest devotees on the outskirts of Baladiya.
બેંતાલીસ વર્ષના સમાગમ-લાભ પછી સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી વગેરે સંતો પ.પૂ. શ્રી અબજીબાપશ્રીની અંતિમ વિદાય લઇ રહ્યા છે. બાપાશ્રી પોતાના વ્હાલીડાઓને બળદિયા ગામના પાદર સુધી વળાવવા પધાર્યા છે.
Bapashri used to say, “Anadi Mukta of Shriji Maharaj while doing all their activities are actually meditating upon the Moorti of Shriji Maharaj. Even in the passive state of sleep, they are actively rejoicing in the Moorti.” Behold him in one such posture of Yoganidra.
બાપાશ્રી કેહતા, ‘શ્રીજીમહારાજના અનાદિમુક્તને દરેક ક્રિયામાં શ્રીજીમહારાજની મૂર્તિનું અનુસંધાન હોય છે. તેઓ સૂતેલા દેખાય પણ ખરેખર તો મૂર્તિમાં કિલ્લોલ કરતા હોય.’ આવી એક યોગનિદ્રાની લાક્ષણિક મુદ્રામાં પ. પૂ. બાપાશ્રી.
After helping innumerable souls to receive the divine bliss of Shriji Maharaj, on the fifth day of the brighter half of the month of Asadh in Samvat 1984 Bapashri withdrew himself from the mundane world of men. In fact, Shriji Maharaj and His Muktas are always present in our midst in their ethernal form but when they manifest themselves in human form we get a rare opportunity to see them and serve them. Nothing can bring grater joy and happiness than to serve our lord in His personal form.
અનંત જીવોને શ્રીજીમહારાજના સુખે સુખિયા કરી પ. પૂ. બાપાશ્રીએ સં. ૧૯૮૪ની અષાઢ સુદ પાંચમે મનુષ્યલીલા સંકેલી લીધી. શ્રીજીમહારાજ ને તેમના મુકતો સદાય છે જ પણ પ્રત્યક્ષ તો દર્શન-સેવા-સમાગમનું વિશેષ સુખ આવે છે.