
Daily Darshan 2
જે સમે સત્ત્વગુણ વર્તતો હોય તે સમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહિ, ને શૂન્ય સરખું વર્તે, તેમાં ભગવાનનું ધ્યાન ન કરવું. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ-સંકલ્પ ઘણા થાય, માટે તે સમે પણ ભગવાનનું ધ્યાન કરવું નહિ. ને તે સમે તો એમ જાણવું જે, હું તો સંકલ્પ થકી જુદો છું ને આત્મા છું ને એ સંકલ્પનો જાણનારો છું, ને મારે વિષે અંતર્યામીરૂપે આ પુરુષોત્તમ ભગવાન સદા વિરાજે છે. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. (પ્ર. ૩૨)