Daily Darshan 2
પોતાને વિચારે તો કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહિ. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ તેની સાથે એને અતિશે હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે, ઇત્યાદિક જે જે ક્રિયા કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે, પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહિ અને તે સંતની મરજીથી બહાર વર્ત્યામાં તેના મનને વિષે નિરંતર ભય વર્તે, જે જો હું એમની મરજી પ્રમાણે નહિ વર્તું તો એ મારી સાથે હેત નહિ રાખે. તે સારુ નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે, માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. (છે. ૨૯)